PM  મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો,  Gen Zને ફ્રેન્ડસ કહીને  કેમ કર્યું સંબોધન?
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન?
Published on: 24th July, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક મુદ્દે 2 મિનિટ 55 સેકન્ડનો સેલ્ફી વીડિયો શેર કરીને યુવા પેઢી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોબાઇલના પોર્ટ્રેટ મોડમાં રેકોર્ડ કરાયેલા વીડિયોમાં તેમણે "મિત્રો"ને બદલે "ફ્રેન્ડ્સ" શબ્દથી સંબોધન કર્યું અને પેપર લીક સામે કડક કાર્યવાહી તથા નવા કાયદાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા માટે અનુકૂળ શૈલી અને સમયને કારણે વીડિયો ચર્ચામાં રહ્યો, જોકે તેની અસરકારકતા અંગે નિષ્ણાતોમાં મતભેદ જોવા મળી રહ્યા છે.