અમરનાથ યાત્રા: દેશની પ્રથમ 'ઝીરો લેન્ડફિલ પિલગ્રિમેજ'
અમરનાથ યાત્રા: દેશની પ્રથમ 'ઝીરો લેન્ડફિલ પિલગ્રિમેજ'
Published on: 13th July, 2026

અમરનાથ યાત્રા દેશની પ્રથમ 'ઝીરો લેન્ડફિલ પિલગ્રિમેજ' બનવા જઈ રહી છે. 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ યાત્રામાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે, તેમ છતાં કોઈ કચરો લેન્ડફિલમાં જશે નહીં. જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રાને 'ઝીરો લેન્ડફિલ પિલગ્રિમેજ' બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. યાત્રા માર્ગ પર નીકળતા કચરાને સંસાધનમાં રૂપાંતરિત કરાશે. ખચ્ચરોના છાણમાંથી બાયોગેસ, પ્લાસ્ટિક ઘટાડવા વોટર એટીએમ અને ઘન-પ્રવાહી કચરાનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરાઈ રહ્યું છે.