અંબાજીમાં 450 ડ્રોન શો
અંબાજીમાં 450 ડ્રોન શો
Published on: 23rd September, 2026

અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન 450 ડ્રોન દ્વારા ભવ્ય લાઈટિંગ શો યોજાયો. આકાશમાં માતાજી, શ્રી યંત્ર, ગબ્બર પર્વત જેવા અધ્યાત્મ પ્રતીકોની આકર્ષક રચનાઓ પ્રદર્શિત કરવામાં આવી, જેણે લાખો માઈભક્તોને મંત્રમુગ્ધ કર્યા. આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ દર્શાવતો આ ડ્રોન શો એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો. આ શૉ એ અંબાજીની સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરાઓનું સુંદર પ્રદર્શન કર્યું, જેણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો.