પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા નિમિત્તે સિદ્ધપુર સહિત 4 સ્ટેશન પર ટ્રેનોના અસ્થાયી સ્ટોપેજ
પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા નિમિત્તે સિદ્ધપુર સહિત 4 સ્ટેશન પર ટ્રેનોના અસ્થાયી સ્ટોપેજ
Published on: 23rd September, 2026

પશ્ચિમ રેલવે દ્વારા પિતૃપક્ષ અને ભાદરવી પૂનમ મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા સિદ્ધપુર, જાદર અને વડાલી સ્ટેશનો પર અમુક ટ્રેનોને અસ્થાયી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ પગલાંથી શ્રદ્ધાળુઓને પિતૃપક્ષ અને મેળા દરમિયાન રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. ખાસ કરીને, અસારવા–ખેડબ્રહ્મા મેમૂને જાદર અને વડાલી પર 26 સપ્ટેમ્બર સુધી સ્ટોપેજ અપાયું છે, જ્યારે સિદ્ધપુર સ્ટેશન પર 3 જોડી એક્સપ્રેસ ટ્રેનોને પણ ઓક્ટોબર મહિનામાં નિર્ધારિત તારીખો પર સ્ટોપેજ મળશે.