અક્ષરપુરુષોત્તમ મહારાજનું ભવ્ય નૌકા જળ વિહાર
અક્ષરપુરુષોત્તમ મહારાજનું ભવ્ય નૌકા જળ વિહાર
Published on: 23rd September, 2026

જળ જિલણી પર્વ નિમિત્તે ભાવનગરના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૂલીસ્તા ગ્રાઉન્ડ ખાતેથી ભગવાન સ્વામિનારાયણ અને ગણપતિજીની શોભાયાત્રા નીકળી. સાંજે અક્ષરવાડી ખાતે વિશાળ હોદમાં સુંદર નૌકામાં અક્ષરપુરુષોત્તમ મહારાજનું જળ વિહાર કરાવવામાં આવ્યું. આ પવિત્ર દિવસે નિર્જળા ઉપવાસ રાખી ભક્તોએ ભગવાનને પ્રસન્ન કર્યા. પરંપરા મુજબ પાંચ વખત પૂજા, થાળ અને મહાઆરતી કરાઈ, ત્યારબાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન થયું. સંતોએ ઉત્સવનો મહિમા સમજાવી ભક્તિભાવ જગાડ્યો.