છોટાઉદેપુરના કુકરદા ગામે દિવાસા નિમિત્તે પરંપરાગત દેવપૂજામાં આદિવાસી સમાજનો  મેળાવડો
છોટાઉદેપુરના કુકરદા ગામે દિવાસા નિમિત્તે પરંપરાગત દેવપૂજામાં આદિવાસી સમાજનો મેળાવડો
Published on: 12th August, 2026

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે દિવાસા પર્વ નિમિત્તે વર્ષો જૂની પરંપરાનું ભવ્ય આયોજન કરાયું. તા. 8 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલ આ ધાર્મિક પ્રસંગમાં આસપાસના 35 ગામોના આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો, દેશી વાદ્યો અને આદિવાસી લોકનૃત્ય સાથે જોડાયા. આ પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ કુદરત, ખેતી, વરસાદ અને પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રતીકાત્મકતા ધરાવે છે. વરસાદ પછી ઉગતા શાકભાજી આરોગવાની પરંપરા આસ્થાનું પ્રતીક છે, જે આવનારી પેઢીને સંસ્કૃતિ સાથે જોડે છે.