નવસારી અંબિકા ચોકમાં 33 ફૂટ શ્રીજી આગમન
નવસારી અંબિકા ચોકમાં 33 ફૂટ શ્રીજી આગમન
Published on: 08th September, 2026

નવસારીમાં ગણેશોત્સવ પૂર્વે 33 ફૂટની વિશાળ શ્રીજી પ્રતિમાના આગમન સમયે વહીવટી તંત્રની અવ્યવસ્થા સામે આવી. અંબિકા ચોકમાં વીજ પુરવઠો કલાકથી વધુ સમય માટે બંધ રહેતા અંધારપટ છવાયો, જેનાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. પ્રતિમાની ઊંચાઈને કારણે વીજલાઇન અડચણ ન બને તે હેતુથી વીજકાપ કરાયો. બીજી તરફ, મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ સમગ્ર દરમિયાન પોલીસ તંત્રની ગેરહાજરી જોવા મળી, જેના કારણે અંધાધૂંધી વધી. સરકારી જાહેર પરિપત્ર અને નિયમોનું ઉલ્લંઘન થતાં સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો.