ગોધરા અને પંચમહાલ જિલ્લાના બજારોમાં દશામાની મૂર્તિ અને પૂજા સામગ્રીની ભારે ખરીદી
ગોધરા અને પંચમહાલ જિલ્લાના બજારોમાં દશામાની મૂર્તિ અને પૂજા સામગ્રીની ભારે ખરીદી
Published on: 12th August, 2026

ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં આગામી દસ દિવસ સુધી દશામા વ્રતની ભવ્ય ઉજવણી માટે ધાર્મિક બહેનો દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ નિમિત્તે, વ્રત માટે જરૂરી વિવિધ સામગ્રીની ખરીદી કરવા ઉપવાસી બહેનો ગોધરા સહિત જિલ્લાના તાલુકા મથકોના બજારોમાં ઉમટી પડી હતી. દશામાની પ્રતિમાઓ, પૂજાપો, અને લાઇટ ડેકોરેશનનો સામાન લોકો દ્વારા ખરીદવામાં આવી રહ્યો છે. આવતીકાલે દિવાસો અને ત્યારબાદ પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં આગામી એક મહિનો ભક્તિમય વાતાવરણ રહેશે.