હળવદની 21 વર્ષીય દીકરી અપનાવશે સંયમનો માર્ગ
હળવદની 21 વર્ષીય દીકરી અપનાવશે સંયમનો માર્ગ
Published on: 24th April, 2026

હળવદના ટીકર(રણ)ના વતની શેઠ પરિવારની ૨૧ વર્ષીય દીકરી હિમાનીકુમારી (મીનુ) આગામી ૧૩મી મેએ મુંબઈ ખાતે જૈન દીક્ષા અંગીકાર કરશે. દિનેશભાઈ અને છાયાબેનની સુપુત્રી હિમાનીકુમારી પરિવારની સાત પેઢીમાં દીક્ષા લેનાર પ્રથમ સભ્ય છે. આ પ્રસંગે હળવદમાં ત્રિ-દિવસીય વિદાય સમારોહ અને રજવાડી ઠાઠ સાથે વરઘોડાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુવાન વયે સંયમનો માર્ગ અપનાવનાર દીકરીની વિદાય વેળાએ પરિવારમાં હર્ષ અને વિરહની મિશ્ર લાગણીઓ જોવા મળી હતી. હવે મુંબઈ ખાતે યોજાનારા સામૂહિક મહોત્સવમાં તેઓ વિધિવત દીક્ષિત થશે..