80 લાખ રુદ્રાક્ષથી શણગારાયું કેદારનાથ ધામ
80 લાખ રુદ્રાક્ષથી શણગારાયું કેદારનાથ ધામ
Published on: 16th September, 2026

વડોદરાના સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે, તેમના પરિવાર અને સત્યમ શિવમ સુન્દરમ સમિતિ દ્વારા કેદારનાથ ધામને 80 લાખ રુદ્રાક્ષની માળાઓથી શણગારવામાં આવ્યું. નેપાળથી લાવવામાં આવેલા રુદ્રાક્ષમાંથી વડોદરાના જાગનાથ મંદિરમાં બે મહિના સુધી માળા તૈયાર કરવાની કામગીરી ચાલી. આ ભગીરથ કાર્યમાં અનેક લોકો જોડાયા હતા. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ સંકલ્પ પૂર્ણ થયો, જેનાથી સ્વ. યોગેશ પટેલની અધૂરી ઇચ્છા પૂરી થઈ. આ કાર્યમાં સહયોગ કરનારા સૌનો પરિવાર અને સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરાયો.