અમરેલીમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ
અમરેલીમાં ગણેશ ઉત્સવનો પ્રારંભ
Published on: 16th September, 2026

અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. વિઘ્નહર્તા ગણેશજીનું ધામધૂમપૂર્વક સામૈયું કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન કરાયું. સંસ્થાના સંચાલકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ વર્ષે પણ ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો. વિદ્યાર્થીઓએ સુંદર ગણેશ વંદના અને ગણેશજીના મહાત્મ્ય પર વક્તવ્યો રજૂ કર્યા. ગણેશજીને ફ્રુટનો થાળ ધરાવી પ્રસાદ વિતરણ કરાયું.