પંચમહાલના બોડેલીના ઝંડ હનુમાન મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે
પંચમહાલના બોડેલીના ઝંડ હનુમાન મંદિરે શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે
Published on: 15th August, 2026

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે બોડેલી તાલુકાના ઝંડ ગામે જાંબુઘોડા અભયારણ્યની ગીચ હરિયાળી વચ્ચે સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનધામ ખાતે ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડશે. શ્રાવણ દરમિયાન દર મંગળવાર અને શનિવારે અહીં ભારે ભીડ જામે છે. ૨૧ ફૂટ લાંબી, એક જ રેતાળ પથ્થરમાંથી કોતરાયેલી હનુમાનજીની મૂર્તિ, ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિ અને નીચે પૌરાણિક શિવ મંદિર મુખ્ય આકર્ષણો છે. આ વિસ્તાર હેડંબા વન તરીકે પણ ઓળખાય છે, જ્યાં પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હોવાની લોકવાયકા છે.