ગોધરામાં બાબા રામદેવપીરની ભવ્ય જન્મજયંતી શોભાયાત્રા
ગોધરામાં બાબા રામદેવપીરની ભવ્ય જન્મજયંતી શોભાયાત્રા
Published on: 23rd September, 2026

ગોધરા શહેરમાં બાબા રામદેવપીરની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત મારવાડી સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રા બહારપુરા મારવાડી વાસ ખાતે આવેલા મોટા રામાપીર મંદિરથી શરૂ થઈ હતી. જેમાં મારવાડી સમાજ ઉપરાંત જહુરપુરા શાકમાર્કેટ ખાતેના જુના બાબા રામદેવપીર મંદિર સાથે સંકળાયેલા સિંધી સમાજના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના અનેક મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રાનું ભાવિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.