પાટણના અનાવાડા ગામે કેદારનાથ જેવું જ શિવ મંદિર બનશે
પાટણના અનાવાડા ગામે કેદારનાથ જેવું જ શિવ મંદિર બનશે
Published on: 04th September, 2026

પાટણ નજીક અનાવાડા ગામની શ્રી હરિઓમ ગૌશાળામાં કેદારનાથ ધામની પ્રતિકૃતિ સમાન શ્રી કપિલેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર બનશે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન યોજાશે. બીમાર, અશક્ત અને ઘાયલ ગૌમાતાઓની સેવા તથા સારવાર કરતી આ ગૌશાળા આસ્થાનું કેન્દ્ર બની રહી છે. અહીં અગાઉ ગૌભક્તિ મહોત્સવ અને ભાગવત કથાનું આયોજન પણ થયું હતું. મંદિર તૈયાર થયા બાદ પાટણ, ઉત્તર ગુજરાત સહિતના શ્રદ્ધાળુઓને કેદારનાથ ધામ જેવી આધ્યાત્મિક અનુભૂતિ નજીકમાં જ મળી શકશે.