સુરત સમરસ હોસ્ટેલમાં વંદાવાળું ભોજન
સુરત સમરસ હોસ્ટેલમાં વંદાવાળું ભોજન
Published on: 04th September, 2026

સુરતની સમરસ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. મેસ સંચાલકો દ્વારા પીરસાતા અખાદ્ય અને હલકી ગુણવત્તાના ભોજન સામે વિદ્યાર્થીઓએ ધરણાં યોજ્યા હતા. કસૂરવાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવાને બદલે, વહીવટી તંત્રએ માત્ર 10 હજાર રૂપિયાનો નજીવો દંડ ફટકારીને સમગ્ર કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના સરકારના કરોડો રૂપિયાના ખર્ચ પર પ્રશ્નાર્થ સર્જે છે.