અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન
અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન
Published on: 04th September, 2026

અમદાવાદ શહેરમાં પર્યાવરણની જાળવણીના દાવા વચ્ચે જાહેરાત એજન્સીઓની કમાણી માટે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. S.G. Highway અને રિંગરોડ વચ્ચેના વિસ્તારોમાં વિશાળ હોર્ડિંગ્સ સ્પષ્ટ દેખાય તે માટે વૃક્ષોની ડાળીઓ નિયમ વિરુદ્ધ કાપવામાં આવી છે. ચિત્રા પબ્લિસિટી જેવી એજન્સીઓ પર કાયદાનો અનાદર કરવાનો આરોપ છે, જે અગાઉ પણ આવા કૃત્યો કરી નોટિસ મેળવી ચૂકી છે. AMCના ગાર્ડન વિભાગ અને વિજિલન્સની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.