ગણેશોત્સવ પહેલા સુરતમાં ફૂલોના ભાવમાં ૧૫% સુધીનો વધારો
ગણેશોત્સવ પહેલા સુરતમાં ફૂલોના ભાવમાં ૧૫% સુધીનો વધારો
Published on: 07th September, 2026

ગણેશોત્સવ પહેલાં સુરતના ફૂલ બજારમાં ફૂલોની માગમાં અચાનક ઉછાળો આવ્યો છે. ઉત્પાદક વિસ્તારોમાં નબળા વરસાદને કારણે ફૂલોની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ૧૦-૧૫% ભાવ વધ્યા છે. રિટેલમાં મોગરા ₹૫૦૦ અને ગુલાબના ભાવ બમણા થયા છે. ગલગોટો, દેશી ગુલાબ, મોગરા અને સેવંતીની ખરીદી મોટાપાયે થઈ રહી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ફૂલોની આવક ઘટી છે. ભાવ વધારાની શક્યતા રહેલી છે.