સોમનાથ મહાદેવ: 7 કરોડ વર્ષ જૂનું પ્રથમ જ્યોતિર્લિંગ, ચંદ્રદેવ શાપમુક્તિની પૌરાણિક ગાથા
સોમનાથ મહાદેવ: 7 કરોડ વર્ષ જૂનું પ્રથમ જ્યોતિર્લિંગ, ચંદ્રદેવ શાપમુક્તિની પૌરાણિક ગાથા
Published on: 13th August, 2026

સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું સોમનાથ, ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. પૌરાણિક કથા મુજબ, ચંદ્રદેવને દક્ષના શાપમાંથી મુક્તિ અપાવવા ભગવાન શિવે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપના કરી. તેથી જ આ સ્થળ 'સોમનાથ' તરીકે ઓળખાય છે. વિવિધ યુગોમાં તેના સોના, ચાંદી, ચંદન અને પથ્થરના મંદિરોનું નિર્માણ થયું. આ મંદિર નાગર શૈલીમાં બનેલું છે અને કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર અને શિવલિંગ એક સીધી રેખામાં આવે છે. અનેક આક્રમણો છતાં, આ મંદિર પુનઃસ્થાપિત થયું છે અને આજે પણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.