ગાંભોઈની રોનકકુંવરબાએ માટીમાંથી બનાવ્યા બારે જ્યોતિર્લિંગ
ગાંભોઈની રોનકકુંવરબાએ માટીમાંથી બનાવ્યા બારે જ્યોતિર્લિંગ
Published on: 08th September, 2026

હિંમતનગરના ગાંભોઈ ગામમાં શ્રાવણ માસ દરમિયાન રોનકકુંવરબા મહેન્દ્રસિંહ રાઠોડે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા અને પર્યાવરણની કાળજીનો અનોખો સમન્વય કર્યો. તેમણે ગામના તળાવની માટીનો ઉપયોગ કરીને દરરોજ નવા જ્યોતિર્લિંગ બનાવી, ઘર આંગણે બિલ્વ વૃક્ષ નીચે પૂજા કરી, અને પછી તેને તળાવમાં વિસર્જિત કર્યા. શ્રાવણ માસના અંતિમ સોમવારે, તેમણે બારે જ્યોતિર્લિંગનું નિર્માણ કરીને ગ્રામજનોને દર્શનનો લાભ આપ્યો. આ પર્યાવરણમૈત્રીય શિવભક્તિની પ્રેરણા તેમને ગીરીબાપુ પાસેથી મળી હતી.