વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઘનપાઠી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્ર જાગરણ કાર્યક્રમ યોજાયો
વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઘનપાઠી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં મંત્ર જાગરણ કાર્યક્રમ યોજાયો
Published on: 02nd June, 2026

વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે વિશ્વ કલ્યાણ હેતુ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પરિસરમાં, ભારતના 8 જેટલા મુર્ધન્ય ઘનપાઠી બ્રાહ્મણોની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્ર જાગરણ કાર્યક્રમ યોજાયો હતો. જેનું મુખ્ય આકર્ષણ 8 વિદ્વાન ઘનપાઠી બ્રાહ્મણમાં પૂ. સોમેશ જોશી (નાગપુર), પૂ. નીરજ ઝા (સુરત), પૂ. ઋષભ શાસ્ત્રી (ઉજ્જૈન), પૂ. ધિવ્યેશ જોશી (સુરત), કરણ રાવલ (મરોલી), કિરણ પાઠક, દેવવ્રત રેખે, વિપુલ શર્માના માર્ગદર્શનમાં અન્ય વિદ્વાનો જોડાયા હતા.