ધર્મસ્થાનોમાં VIP કલ્ચર: ગુજરાતમાં પણ કોર્ટની ફટકારની જરૂર
ધર્મસ્થાનોમાં VIP કલ્ચર: ગુજરાતમાં પણ કોર્ટની ફટકારની જરૂર
Published on: 01st June, 2026

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા મંદિરોમાં ‘VIP દર્શન પ્રથા’ને ભેદભાવપૂર્ણ ગણાવ્યા બાદ ગુજરાતમાં પણ આ મુદ્દો ચર્ચામાં છે. અનેક આસ્થાળુઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે ગુજરાતના ધર્મસ્થાનકોમાં પણ મહાનુભાવોને દર્શનમાં અગ્રતા શા માટે? ચેન્નાઈમાં પદાધિકારીએ આ પ્રથાને પડકારી છે. ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોમાં અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓને સામાન્ય દર્શનાર્થીઓની કતારને બાયપાસ કરીને ઈશ્વર સન્મુખ થવાની પ્રાયોરિટી અટકાવવા કાનૂની પગલાંની જરૂરિયાત જનમત પ્રવર્તી રહ્યો છે.