10 વર્ષ બાદ Instagram લોગોમાં ફેરફાર
10 વર્ષ બાદ Instagram લોગોમાં ફેરફાર
Published on: 14th August, 2026

લગભગ ૧૦ વર્ષ બાદ Instagram એ પોતાના પ્રખ્યાત વર્ડમાર્ક (લખેલા લોગો)માં બદલાવ કર્યો છે. આ નવી ડિઝાઇનને વધુ સ્વચ્છ અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. જોકે, આ ફેરફારથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકોને નવી ડિઝાઇન પસંદ આવી છે, જ્યારે કેટલાકને તેમાં જૂની Instagramની ઓળખ દેખાતી નથી. આ વખતે Instagram એ તેના સમગ્ર એપ્લિકેશન આઇકોનમાં કોઈ ફેરફારની જાહેરાત કરી નથી, પરંતુ મુખ્યત્વે એપ્લિકેશનમાં વપરાતા બ્રાન્ડ નામના લખેલા ભાગને અપડેટ કર્યો છે.