દીકરીના સ્વપ્ન માટે પિતાએ વેચી જમીન-દુકાન, એશિયન ગેમ્સમાં જીત્યો સિલ્વર મેડલ
દીકરીના સ્વપ્ન માટે પિતાએ વેચી જમીન-દુકાન, એશિયન ગેમ્સમાં જીત્યો સિલ્વર મેડલ
Published on: 22nd September, 2026

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં કોલ્હાપુર જિલ્લાની દીકરી સોનમ મસ્કરે રાઇફલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. દીકરીનું નિશાનબાજીમાં ટોચ પર પહોંચવાનું સ્વપ્ન સાકાર કરવા માટે તેના પિતાએ દુકાન અને થોડી જમીન વેંચી દીધી હતી અને પુત્રીને પાંચ લાખ રૂપિયાની રાઇફલ ખરીદી આપી હતી. પિતા ઉત્તમ મસ્કરેએ જણાવ્યું કે ૨૦૨૮માં ઓલિમ્પિક ગેમ્સમાં સોનમ ગોલ્ડ મેડલ જીતે તેવી તેમની ઈચ્છા છે.