રોહિત શર્માએ નિવૃત્તિની અટકળો પર તોડ્યું મૌન, 'શોરબકોર ના થાય તો મજા ના આવે...'
રોહિત શર્માએ નિવૃત્તિની અટકળો પર તોડ્યું મૌન, 'શોરબકોર ના થાય તો મજા ના આવે...'
Published on: 20th July, 2026

ઇંગ્લૅન્ડ સામે ત્રીજી વનડેમાં ભલે ભારતીય ટીમ હારી ગઈ, પણ કૅપ્ટન રોહિત શર્માની શાનદાર સદીએ કરોડો ફેન્સના દિલ જીતી લીધા. રોહિતે 110 બોલમાં 138 રન ફટકારી લૉર્ડ્સ પર વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બનવાનો રેકોર્ડ બનાવ્યો. મેચ પહેલાં તેમની નિવૃત્તિની અફવાઓ વહેતી હતી, પરંતુ હિટમેને પોતાના બેટથી તમામ અફવાઓને શાંત પાડી. તેમણે કહ્યું કે, "જ્યારથી ડેબ્યૂ કર્યું છે ત્યારથી બહારનો શોરબકોર ચાલતો જ આવ્યો છે અને જ્યાં સુધી રમીશ ત્યાં સુધી ચાલતો રહેશે. બહાર શોરબકોર ન હોય તો રમતની મજા જ નથી આવતી."