'રોહિત શર્મા ખુદ રિટાયર નહીં થાય પણ...', મોહમ્મદ કૈફે પસંદગીકારો અંગે આપ્યું મોટું નિવેદન
'રોહિત શર્મા ખુદ રિટાયર નહીં થાય પણ...', મોહમ્મદ કૈફે પસંદગીકારો અંગે આપ્યું મોટું નિવેદન
Published on: 05th August, 2026

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ODI World Cup 2027માં રમશે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે. પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું કે રોહિત શર્મા સ્વેચ્છાએ નિવૃત્તિ નહીં લે. જો ટીમ મેનેજમેન્ટ કે સિલેક્ટર્સ તેને ભવિષ્યની યોજનાઓમાં સામેલ કરવા ન ઇચ્છતા હોય, તો તેમણે જાતે જ નિર્ણય લેવો પડશે. કૈફે જણાવ્યું કે, "રોહિત શર્મા 2027ના વર્લ્ડ કપ માટે અમારી યોજનાનો મહત્ત્વનો ભાગ છે" તેવું સ્પષ્ટ નિવેદન આવવું જરૂરી છે. હાલમાં ચાહકોમાં અસમંજસનો માહોલ છે.