IPL 2027 ટ્રેડ: હાર્દિક પંડ્યા માટે CSKનો મોટો પ્રસ્તાવ, બે ખેલાડી અને 10 કરોડ!
IPL 2027 ટ્રેડ: હાર્દિક પંડ્યા માટે CSKનો મોટો પ્રસ્તાવ, બે ખેલાડી અને 10 કરોડ!
Published on: 05th August, 2026

IPL 2027 ની ટ્રેડ વિન્ડો પહેલાં, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને મોટી ચર્ચા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ હાર્દિકને ટીમમાં સામેલ કરવા માટે એક મોટું ટ્રેડ પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં 10 કરોડ રૂપિયા રોકડા, ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે અને દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ થાય છે. આ ટ્રેડની પુષ્ટિ હજુ સુધી CSK, MI કે IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ જો આ ડીલ થાય તો IPLમાં મોટો બદલાવ આવી શકે છે.