'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી
'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી
Published on: 23rd June, 2026

૧૫ વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પ્રથમ વખત પસંદગી પામ્યા છે. ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી પર પોતાનું નામ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. BCCI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં વૈભવે જણાવ્યું કે, ભારતની બ્લુ જર્સી પહેરવાનું તેનું બાળપણનું સપનું આજે હકીકત બન્યું છે, જેના પર તેમને વિશ્વાસ નથી આવી રહ્યો. આ અનુભવને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે, જાણે આ બધું એક સ્વપ્ન હોય.