કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી.
કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી.
Published on: 03rd May, 2026

વર્તમાન વર્ષના માર્ચમાં ઈક્વિટી કેશમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની આક્રમક ખરીદી રહ્યા બાદ એપ્રિલમાં ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચની સરખામણીએ એપ્રિલમાં નબળી ખરીદી ડીઆઈઆઈ યુદ્ધની સ્થિતિમાં સાવચેતીનું વલણ ધરાવતા હોવાના સંકેત આપે છે. માર્ચમાં ડીઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા ૧,૪૨,૯૬૦ કરોડની નેટ લેવાલી રહી હતી જ્યારે એપ્રિલનો આ આંક રૂપિયા ૫૧૦૬૩ કરોડ રહ્યો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટી નિકળ્યા બાદ માર્ચમાં ડીઆઈઆઈની ઘરેલુ ઈક્વિટી માર્કેટમાં સતત ખરીદી ચાલુ રહેતા શેરબજારમાં મોટા ધબડકા અટકી શકયા હતા.