શેરબજારમાં મોટો ઘટાડો: સેંસેક્સ 700થી વધુ પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 23,285 પર
શેરબજારમાં મોટો ઘટાડો: સેંસેક્સ 700થી વધુ પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 23,285 પર
Published on: 03rd June, 2026

ભારતીય શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે શરૂઆત થઈ. BSE સેન્સેક્સ 726.56 પોઈન્ટ ઘટીને 73,923.28 પર અને નિફ્ટી 190.20 પોઈન્ટ ઘટીને 23,285 પર પહોંચ્યો. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે આ ઘટાડો જોવા મળ્યો. જાપાનનું નિક્કી 225 રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું, જ્યારે હોંગકોંગનું હેંગ સેંગ ઘટ્યું. યુએસ બજારો ગઈકાલે વધારા સાથે બંધ થયા હતા. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો નોંધાયો છે.