બંગાળની ખાડીમાં 'ડીપ ડિપ્રેશન' થી અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં 'ડીપ ડિપ્રેશન' થી અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Published on: 23rd September, 2026

દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બંગાળની ખાડી ઉપર સર્જાયેલા 'ડીપ ડિપ્રેશન' ના કારણે પૂર્વીય, મધ્ય અને દક્ષિણ ભારતના રાજ્યોમાં હવામાન બદલાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, આ સિસ્ટમ જમીન સાથે ટકરાશે, જેથી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. ઓડિશામાં રેડ એલર્ટ જારી કરાયું છે, જ્યાં 33 ODRAF ટીમો તૈનાત કરાઈ છે અને 7 જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ 24 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પણ વરસાદનું અનુમાન છે.