ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Published on: 22nd July, 2026

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાની સંભાવના છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત 10 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.