18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
18 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
Published on: 02nd September, 2026

બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 3 સપ્ટેમ્બરના રોજ 18 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆરમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી છે, જ્યારે પૂર્વીય યુપીમાં 5 સપ્ટેમ્બર સુધી ઝાપટાં રહેશે. બિહારમાં 3 અને 4 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે અને 6 સપ્ટેમ્બર સુધી વાવાઝોડાની સંભાવના છે. પશ્ચિમ બંગાળમાં, ખાસ કરીને ઉત્તર બંગાળના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે.