ભયાનક પૂર બાદ નેપાળનો મોટો દાવો!
ભયાનક પૂર બાદ નેપાળનો મોટો દાવો!
Published on: 02nd September, 2026

નેપાળે તાજેતરના ભયાનક પૂરથી થયેલી તબાહી બાદ ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરતા દેશો પાસેથી દાન નહીં, પરંતુ વળતરની માંગ કરી છે. વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્પષ્ટ કર્યું છે કે ઓછું ઉત્સર્જન ધરાવતું નેપાળ ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો ભોગવી રહ્યું છે. તેઓ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવશે અને ચીન, અમેરિકા, ભારત જેવા મોટા ઉત્સર્જક દેશો પાસેથી થયેલા નુકસાનનું વળતર મેળવશે. આ કોઈ દાન નથી, પરંતુ કાનૂની અને નૈતિક જવાબદારીનો મામલો છે.