દ્વારકાના સમુદ્રમાં ૧૦-૧૨ ફૂટ ઉંચા મોજા, પોલીસ-ફાયર ટીમ તૈનાત
દ્વારકાના સમુદ્રમાં ૧૦-૧૨ ફૂટ ઉંચા મોજા, પોલીસ-ફાયર ટીમ તૈનાત
Published on: 14th June, 2026

યાત્રાધામ દ્વારકામાં દરિયાકાંઠે તેજ પ્રવાહ (કરંટ) અને ૧૦-૧૨ ફૂટ ઉંચા મોજા ઉછળતા અરબી સમુદ્રનું રૌદ્ર અને રોમાંચક સ્વરૂપ જોવા મળ્યું. વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે લોકો દરિયાઈ મોજાં તરફ આકર્ષાયા હતા. ગોમતી ઘાટ, ગાયત્રી બીચ, ભડકેશ્વર બીચ પર સહેલાણીઓએ મોજાંની છાંટમાં આનંદ માણ્યો. યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ અને ફાયર રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઈ, તેમજ સલામત અંતર જાળવવા સૂચનાઓ અપાઈ.