મુંબઈના નાલાસોપારામાં વરસાદી પાણીમાં ડૂબી કિશોરનું દુ:ખદ મોત
મુંબઈના નાલાસોપારામાં વરસાદી પાણીમાં ડૂબી કિશોરનું દુ:ખદ મોત
Published on: 08th July, 2026

નાલાસોપારા-ઈસ્ટના વાલાઈપાડામાં મેદાનમાં ભરાયેલા વરસાદી પાણીમાં તરતી વખતે ૧૩ વર્ષના નમન કેસરવાણીનું ડૂબી જવાથી મોત થયું. શાળાની રજા હોવાથી તે મિત્રો સાથે ખુલ્લા ખેતરમાં ગયો હતો, જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. પાણીમાં ખાડો હોવાની જાણ ન હોવાથી નમન અચાનક સંતુલન ગુમાવી ડૂબી ગયો. લગભગ બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. પેલ્હાર પોલીસે આ અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.