પોરબંદરમાં માત્ર વાદળછાયું: વરસાદની રાહમાં ધરતીપુત્રો
પોરબંદરમાં માત્ર વાદળછાયું: વરસાદની રાહમાં ધરતીપુત્રો
Published on: 16th June, 2026

પોરબંદર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે માત્ર વાદળછાયું વાતાવરણ છે. લાંબા સમયથી વરસાદી માહોલ બંધાય છે પરંતુ મેઘરાજા વરસતા નથી, જેના કારણે વાવણી કરી ચૂકેલા ખેડૂતોની ચિંતા વધી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કાળા વાદળો ઘેરાયેલા રહે છે, પરંતુ ધોધમાર વરસાદને બદલે માત્ર પવન અને ઉકળાટ જ અનુભવાય છે. આગોતરી વાવણી કરનારા ખેડૂતોના પાક સુકાઈ જવાની ભીતિ છે, અને જો વરસાદ નહીં પડે તો મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. ગત વર્ષે 16-17 જૂને વાવણી લાયક વરસાદ નોંધાયો હતો.