PGVCL જાગ્યું પણ ચોમાસા બાદ
PGVCL જાગ્યું પણ ચોમાસા બાદ
Published on: 03rd August, 2026

રાજકોટ શહેરમાં ચોમાસા પહેલાં વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ છતાં વાસ્તવિકતા અલગ જોવા મળી. ચોમાસું જામ્યા બાદ અને વરસાદ શરૂ થયા પછી PGVCL તંત્રની ઊંઘ ઊડી છે અને કામગીરી શરૂ કરાઈ છે. શાંતિવન ફ્લેટ એપાર્ટમેન્ટ ફીડર વિસ્તારમાં વીજ કેબલો અને ટી.સી. પાસે વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ અકસ્માત કે શોર્ટ સર્કિટનું જોખમ ઊભું કરી રહી હતી. સ્થાનિક આગેવાન સવજીભાઈ ફળદુની રજૂઆત બાદ આખરે મોડેથી તંત્ર હરકતમાં આવ્યું અને ડાળીઓ કાપવાની કામગીરી શરૂ થઈ.