દેશભરમાં બદલાયું હવામાન: 10 રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ, ભારે પવન સાથે વરસાદની આગાહી
દેશભરમાં બદલાયું હવામાન: 10 રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ, ભારે પવન સાથે વરસાદની આગાહી
Published on: 31st May, 2026

દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન ઘટ્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં તોફાની વરસાદ અને આંધીની ચેતવણી આપતા ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, રાજસ્થાન, દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે.