દીવમાં ધોધમાર વરસાદ, પાવર કટથી પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં
દીવમાં ધોધમાર વરસાદ, પાવર કટથી પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં
Published on: 31st May, 2026

સંઘપ્રદેશ દીવમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, વરસાદ શરૂ થતાં જ મોટાભાગના વિસ્તારોમાં પાવર કટ થતાં સ્થાનિકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કલાકો સુધી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત ન થતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી, પરંતુ ભેજ વધવાની સંભાવનાથી ચિંતા વધી છે.