અરવલ્લીમાં કમોસમી વરસાદ: ભારે પવન સાથે ઝાપટાં, ઉકળાટ ઘટ્યો, વીજળી ગુલ
અરવલ્લીમાં કમોસમી વરસાદ: ભારે પવન સાથે ઝાપટાં, ઉકળાટ ઘટ્યો, વીજળી ગુલ
Published on: 31st May, 2026

અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ થયેલા આ વરસાદે લાંબા સમયથી લોકોને પરેશાન કરતા અસહ્ય ઉકળાટમાંથી રાહત આપી. જોકે, અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાતાં અંધારપટ છવાયો હતો. માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, ભિલોડા, શામળાજી અને સાઠંબા જેવા તાલુકાઓમાં વરસાદ નોંધાયો. ખેડૂતોએ પણ આ રાહતરૂપ વરસાદને આવકાર્યો છે.