પંચમહાલમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ.
પંચમહાલમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદ.
Published on: 31st May, 2026

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું. કાળાડિબાંગ વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને જોરદાર પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો. આ તોફાની વરસાદને કારણે મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ઉનાળુ પાક અને શાકભાજીને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ કમોસમી વરસાદના પ્રકોપથી સ્થાનિક ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.