SG હાઇવે પર ફુવારાને કારણે સર્વિસ રોડ બંધ
SG હાઇવે પર ફુવારાને કારણે સર્વિસ રોડ બંધ
Published on: 03rd October, 2026

અમદાવાદના SG હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડના બ્યુટિફ્કિેશનનું કાર્ય ચાલી રહ્યું છે, જેમાં AMC નોડલ એજન્સી છે. પકવાનથી ઇસ્કોન બ્રિજ વચ્ચે ડાબી બાજુના સર્વિસ રોડ પર બનેલા બે ફુવારામાંથી એક ફુવારો સર્વિસ રોડને સંપૂર્ણપણે બંધ કરી દે છે. આના કારણે વાહનોને મુખ્ય હાઇવેમાં ભળીને ફરી કટમાંથી નીચે ઉતરવું પડે છે, જે અકસ્માતનું જોખમ વધારે છે. આ વિકાસ કાર્યો ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે અને ગંદકી તથા મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે.