અમદાવાદના મેડિસિટી હોસ્પિટલ કેમ્પસમાં પ્લેન ક્રેશ સ્મૃતિ સહિત 100+ વૃક્ષોનું નિકંદન
અમદાવાદના મેડિસિટી હોસ્પિટલ કેમ્પસમાં પ્લેન ક્રેશ સ્મૃતિ સહિત 100+ વૃક્ષોનું નિકંદન
Published on: 03rd October, 2026

અમદાવાદના અસારવા વોર્ડમાં આવેલ મેડિસિટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં, મિથિલા-આશ્રયમ સ્ટાફ ક્વાર્ટરના ગાર્ડન અને હરિયાળી માટે અનામત જગ્યા પર બુલડોઝર ફેરવી દેવાયું છે. કોઈ પણ પરવાનગી વિના 100થી વધુ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતાં સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. બી. જે. મેડિકલ કોલેજમાં નવા બિલ્ડિંગ નિર્માણને કારણે આ ગ્રીનરી પ્લોટ પર વૃક્ષો કાપીને ખુલ્લું મેદાન બનાવવાનો કારસો ઘડાયો છે. આ પ્લોટમાં 10-15 વર્ષ જૂના 70-100 જેટલા વૃક્ષો હતા, અને પ્લેન ક્રેશ સ્મૃતિરૂપે રોપાયેલા 40-50 છોડ-વૃક્ષોનો પણ નાશ કરાયો છે.