અમદાવાદનો રામોલ-હાથીજણ ઓક્સિજન પાર્ક ઉપેક્ષાનો ભોગ બન્યો
અમદાવાદનો રામોલ-હાથીજણ ઓક્સિજન પાર્ક ઉપેક્ષાનો ભોગ બન્યો
Published on: 03rd October, 2026

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા નિર્માણ કરાયેલ રામોલ-હાથીજણ વોર્ડનો ઓક્સિજન પાર્ક હાલ તંત્રની ઘોર ઉપેક્ષા અને બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પાર્ક પશુઓનો અડ્ડો બની ગયો છે. યોગ્ય બાઉન્ડ્રી વોલ કે તારની જાળીના અભાવે ગાયો, ભેંસો સહિતના પશુઓ પાર્કમાં ઘૂસીને નવા વાવેલા વૃક્ષો અને છોડવાઓ ખાઈ જાય છે, જેના કારણે હરિયાળી નાશ પામી રહી છે. સિક્યોરિટી અને જાળવણીના અભાવે પાર્કમાં સ્વચ્છતા અને સુવિધાઓ પણ રામ ભરોસે છે. સ્થાનિકો તાત્કાલિક પગલાં ભરવાની અને પાર્કની ફરતે મજબૂત બાઉન્ડ્રી વોલ બનાવવાની માંગ કરી રહ્યા છે.