તહેવારોમાં દેશ-વિદેશની ફ્લાઇટ ટિકિટ મોંઘી, અનેક રૂટ્સ પર ભાવમાં ધરખમ વધારો
તહેવારોમાં દેશ-વિદેશની ફ્લાઇટ ટિકિટ મોંઘી, અનેક રૂટ્સ પર ભાવમાં ધરખમ વધારો
Published on: 05th October, 2026

દશેરા, દિવાળી અને નવા વર્ષની રજાઓમાં હવાઈ મુસાફરી મોંઘી બનશે. તહેવારોની સિઝનમાં ડોમેસ્ટિક રૂટ્સ પર ફ્લાઇટ ભાડામાં ગયા વર્ષની સરખામણીએ 68% સુધીનો વધારો જોવા મળ્યો છે. વધતી માંગ, ફ્લાઇટ્સના ઓછા વિકલ્પો અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) ના સતત વધતા ભાવને કારણે એરલાઇન્સે ટિકિટના દરોમાં મોટો વધારો કર્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ફ્લાઇટ્સની સંખ્યા ઘટતાં અને જેટ ફ્યુઅલના ભાવ વધતાં, મુસાફરોને પસંદગીના સમય અને તારીખે ફ્લાઇટ્સના ઓછા વિકલ્પો મળી શકે છે. વિદેશ પ્રવાસના ભાડામાં પણ 30-50% નો વધારો થયો છે.