ઈરાનના બુશહરમાં ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે યુદ્ધની શરૂઆત વચ્ચે ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે યુદ્ધની શરૂઆત વચ્ચે ટેલિફોનિક વાતચીત
Published on: 10th July, 2026

ઈરાન દ્વારા કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. છેલ્લા ત્રણ દિવસથી અમેરિકન સેના ઈરાનના શહેરો અને સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહી છે. દક્ષિણ ઈરાનના કોનારક સ્થિત ઈરાની નૌસેનાના ઠેકાણા પર અમેરિકા દ્વારા મોટો હુમલો થયો હોવાના અહેવાલો છે. બુશેહર અને ચોગાદક શહેરોમાં પ્રચંડ ધડાકા સંભળાયા છે. જોકે, બંદર અબ્બાસમાં થયેલા ધડાકાઓનો સરકારી ન્યૂઝ એજન્સીએ ઈનકાર કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે.