બાંગ્લાદેશમાં ભયાનક વીજ સંકટ!
બાંગ્લાદેશમાં ભયાનક વીજ સંકટ!
Published on: 13th August, 2026

બાંગ્લાદેશ હાલમાં ગંભીર વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે જનજીવન અને વેપાર-ધંધા પર વ્યાપક અસર પડી છે. વીજળી કાપના અનિશ્ચિત સમયને કારણે વર્કશોપ અને ફેક્ટરીઓમાં કામકાજ અટકી જાય છે, કેટલાક વિસ્તારોમાં તો દિવસના 16 કલાક સુધી પાવર કટનો અનુભવ થઈ રહ્યો છે. આ સંકટ પહોંચી વળવા, સરકારે રાત્રે 8 વાગ્યા પછી શોપિંગ મોલ, બજારો અને દુકાનો બંધ કરવાનો તથા રાત્રે 7 વાગ્યા સુધીમાં રોશની વાળા બિલબોર્ડ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઈંધણની અછત, LNG પુરવઠો ખોરવાવો, અને ભારતીય વીજ પુરવઠામાં ઘટાડો જેવા કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ છે.