આંગળીના ટચકાથી 'ફેક એજ' બનાવી બેટ્સમેનને આઉટ કરવાનો આરોપ
આંગળીના ટચકાથી 'ફેક એજ' બનાવી બેટ્સમેનને આઉટ કરવાનો આરોપ
Published on: 29th July, 2026

ઇંગ્લેન્ડની ક્લબ ક્રિકેટમાં એક અનોખો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. સોલ્ટબર્ન ક્લબના ખેલાડી બ્રાયન ડિવાઈન પર બોલ બેટની નજીકથી પસાર થાય ત્યારે આંગળીઓ ચટકાવીને બોલ બેટની કિનારી વાગ્યાનો ખોટો ભ્રમ ઊભો કરવાનો આરોપ લાગ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચાહકોએ તેમને 'ક્લિકી પોન્ટિંગ' ઉપનામ આપ્યું છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને નોર્થ યોર્કશાયર અને સાઉથ ડરહામ ક્રિકેટ લીગે સત્તાવાર તપાસ શરૂ કરી છે.