'કાં તો સમજૂતી કરો, નહીં તો બોમ્બમારો કરી હંમેશા માટે ખતમ કરીશ..', ટ્રમ્પની ઈરાનને ચેતવણી
'કાં તો સમજૂતી કરો, નહીં તો બોમ્બમારો કરી હંમેશા માટે ખતમ કરીશ..', ટ્રમ્પની ઈરાનને ચેતવણી
Published on: 02nd May, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને રોકવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી ઈરાન યોગ્ય શરતો સાથે આગળ નહીં આવે ત્યાં સુધી અમેરિકા કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરશે નહીં. માનવીય ધોરણે હું સમજૂતીને પ્રાથમિકતા આપું છું, પરંતુ ઈરાન સમજૂતી માટે બેતાબ છે કારણ કે તેની હાલત અત્યંત ખરાબ છે.