'ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો...', આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી!
દિલ્હીમાં યોજાયેલા ‘સેના સંવાદ’ કાર્યક્રમમાં ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં જણાવ્યું કે જો તે આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ રાખશે તો તેને પોતાના ભવિષ્ય અંગે વિચારવું પડશે. તેમણે આતંકવાદ સામે ભારતનું ‘ઝીરો ટોલરન્સ’ વલણ ફરી સ્પષ્ટ કર્યું. આ નિવેદનને પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ કૂટનીતિક સંદેશ માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા, સરહદી પડકારો અને આધુનિક યુદ્ધની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેના કારણે ભારત-પાક સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે.
'ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો...', આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી!
માલદીવ્સમાં 5 વિદેશી ડાઇવર્સ ગુફામાં ગુમ!
માલદીવ્સના પ્રખ્યાત વાવુ એટોલ ખાતે એક ભયાનક ડાઇવિંગ દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સમુદ્રના રહસ્યો જાણવા માટે ગયેલા પાંચ અનુભવી ડાઇવર્સ 164 ફૂટ નીચે ઊંડી પાણીની ગુફામાં પ્રવેશ્યા બાદ પરત ફર્યા નહોતા. સ્થાનિક તંત્રએ આ ઘટનાને માલદીવ્સના ઇતિહાસની સૌથી ગંભીર ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. સહેલાણીઓ માટે સ્વર્ગ ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમુદ્રની જોખમી દુનિયા અને ગુફા ડાઇવિંગના ખતરાઓને ફરી ચર્ચામાં લાવી દીધા છે. ઘટનાના કારણોને લઈને હજુ તપાસ ચાલી રહી છે.
માલદીવ્સમાં 5 વિદેશી ડાઇવર્સ ગુફામાં ગુમ!
સપા નેતા આઝમ ખાનને સરકારી અધિકારી પર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા.
સમાજવાદી પાર્ટી (SP)ના કદાવર નેતા આઝમ ખાનને 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) વિરૂદ્ધ વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાના મામલામાં રામપુરની વિશેષ MP-MLA કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અદાલતે આ કેસમાં આઝમ ખાનને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે અને સાથે જ ₹5000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. આ સમગ્ર મામલો 2019ની સામાન્ય ચૂંટણી વખતનો છે, જ્યારે રામપુરના ભોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે આઝમ ખાને તત્કાલીન કલેક્ટરને નિશાને લીધા હતા.
સપા નેતા આઝમ ખાનને સરકારી અધિકારી પર ટિપ્પણી બદલ 2 વર્ષની સજા.
આફ્રિકામાં ISISના ગ્લોબલ કમાન્ડર ઠાર, ટ્રમ્પના ઓપરેશનની સફળતા
વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરી છે કે દુનિયાભરમાં ISISના બીજા ક્રમના સૌથી શક્તિશાળી કમાન્ડર અબુ-બિલાલ અલ-મિનુકી (Abu-Bilal al-Minuki)ને એક સંયુક્ત સૈન્ય ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો છે. અમેરિકા અને નાઇજીરીયાના સૈન્ય દળોએ સાથે મળીને આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું, જેને આતંકવાદ સામેની લડાઈમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
આફ્રિકામાં ISISના ગ્લોબલ કમાન્ડર ઠાર, ટ્રમ્પના ઓપરેશનની સફળતા
ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક બેઠક: AI, પરમાણુ હથિયાર અને તાઈવાન પર ચર્ચા.
અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અમેરિકી પ્રમુખ Donald Trumpએ ચીનના પ્રમુખ Xi Jinping સાથે તાઈવાન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈરાન, વેપાર, સાયબર ઓપરેશન્સ અને પરમાણુ હથિયારો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હોવાનું જણાવ્યું છે. અલાસ્કાની મુસાફરી દરમિયાન ટ્રમ્પે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. અગાઉ ચીન સામે આકરા વલણ ધરાવતા ટ્રમ્પે આ વખતે શી જિનપિંગના વખાણ કરતાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ પર સારી સમજણ વિકસ્યાનું કહ્યું હતું.
ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક બેઠક: AI, પરમાણુ હથિયાર અને તાઈવાન પર ચર્ચા.
અદાણી CNGના ભાવમાં ₹2.24નો વધારો!
ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો 2.24 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજ (16મી મે)થી જ અમલમાં આવી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે. નવા વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો 86.1 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી અદાણી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
અદાણી CNGના ભાવમાં ₹2.24નો વધારો!
રોબર્ટ વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં જામીન: ED સરકારના ઈશારે, વાડ્રાનો આક્ષેપ.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને ₹50,000ના બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા. આ નિર્ણયને મોટી રાહત ગણાવતા, વાડ્રાએ ED અને કેન્દ્ર સરકાર પર રાજકીય કિન્નાખોરી અને સરકારના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે જ આવી તપાસ થાય છે, અને તેઓ તપાસમાં સહયોગ આપશે. આ કેસ હરિયાણાના જમીન સોદા સાથે જોડાયેલો છે.
રોબર્ટ વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં જામીન: ED સરકારના ઈશારે, વાડ્રાનો આક્ષેપ.
ટ્રમ્પે ચીનની ભેટો ડસ્ટબિનમાં ફેંકી, જાસૂસીનો ડર.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ ચીનનો બે દિવસનો હાઈ-પ્રોફાઈલ પ્રવાસ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બેજિંગ એરપોર્ટ પર એક અભૂતપૂર્વ ઘટના ઘટી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર અહેવાલો અને ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, અમેરિકન પ્રતિનિધિમંડળે એરફોર્સ વન (પ્રમુખના સત્તાવાર વિમાન)માં બેસતા પહેલાં ચીન તરફથી સત્તાવાર રીતે મળેલી તમામ ગિફ્ટ્સ, ઓળખપત્રો અને સ્મૃતિચિહ્નોને એરપોર્ટ પર સીડીઓ પાસે રાખેલી કચરાપેટીમાં ફેંકી દીધા હતા.
ટ્રમ્પે ચીનની ભેટો ડસ્ટબિનમાં ફેંકી, જાસૂસીનો ડર.
શું ઈરાન પર ફરી હુમલો કરશે અમેરિકા-ઈઝરાયલ?
અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર સંભવિત હુમલા માટે ટાર્ગેટ લિસ્ટ તૈયાર કરી રહ્યા છે. ઈમરજન્સી બેઠકો યોજાઈ રહી છે, જેમાં ઈરાનના મહત્ત્વના સૈન્ય મથકોને નિશાન બનાવાશે. ટ્રમ્પના કડક વલણ અને પાકિસ્તાનની મધ્યસ્થતામાં નિષ્ફળ વાટાઘાટો બાદ શાંતિ નબળી પડી છે. ઇઝરાયેલ ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરવા દબાણ કરી રહ્યું છે. આ યુદ્ધ વૈશ્વિક તેલ સંકટ અને મધ્ય પૂર્વમાં અસ્થિરતા લાવી શકે છે, જેની અસર ભારત પર પણ પડશે.
શું ઈરાન પર ફરી હુમલો કરશે અમેરિકા-ઈઝરાયલ?
'જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું...' TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ અને વર્ષો પછી સૌથી મોટા રાજકીય ઝટકાનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા બેનરજી હવે સંગઠનને નવા સ્તરેથી બેઠું કરવાની કવાયતમાં લાગી ગયા છે. કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને મમતા બેનરજીએ ચૂંટણી લડનારા પક્ષના તમામ ઉમેદવારો સાથે એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજી હતી. હાર બાદ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને નેતાઓના પક્ષપલટાની અટકળો વચ્ચે મમતા બેનરજીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેઓ પાર્ટી છોડવા માંગે છે, તેઓ જવા માટે સંપૂર્ણ આઝાદ છે.
'જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું...' TMCમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન.
ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ.
વડાપ્રધાન મોદીના UAE પ્રવાસ દરમિયાન 3 કરોડ (30 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરવાની ઐતિહાસિક ડીલ થઈ છે. આ સમજૂતી ભારતીય ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે, જે ભવિષ્યની કટોકટીમાં મહિનાઓ સુધી મદદરૂપ થશે. LPG સપ્લાય અને ગેસ રિઝર્વ અંગે પણ સહમતી સધાઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ વિદેશથી આયાત કરે છે. ભવિષ્યમાં યુદ્ધ કે અન્ય કોઈ વૈશ્વિક કટોકટીના કારણે સપ્લાય અટકી ન જાય તે માટે ભારતે જમીનની નીચે વિશાળ પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે.
ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની ઐતિહાસિક ડીલ.
ટ્રમ્પે તાઈવાનને હથિયાર વેચાણ રોક્યા? યુદ્ધના સંકેત.
ચીનની ત્રણ દિવસની હાઈ-પ્રોફાઈલ મુલાકાત પૂરી કરીને એરફોર્સ વન વિમાનમાં પરત ફરી રહેલા ટ્રમ્પે પત્રકારો સમક્ષ જે વાતો કહી, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. ગઈકાલ સુધી તાઈવાનની સુરક્ષાના સોગંદ ખાતા ટ્રમ્પ હવે આ મુદ્દે આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે. તેમણે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું કે અમેરિકાને પોતાના ઘરથી 9,500 માઇલ દૂર કોઈ નવા યુદ્ધમાં કૂદવાની જરૂર નથી. ચીન આ સોદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યું હતું અને જિનપિંગે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તાઈવાન મામલે કોઈપણ ખોટું પગલું બંને દેશોના સંબંધો હંમેશા માટે બગાડી શકે છે.
ટ્રમ્પે તાઈવાનને હથિયાર વેચાણ રોક્યા? યુદ્ધના સંકેત.
MP-UP-રાજસ્થાનમાં ભીષણ ગરમી, ચોમાસું વહેલું પણ નબળું.
ઓવૈસીનો ભોજશાળા Verdict પર પ્રહાર: બાબરી કેસ સાથે સરખામણી.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભોજશાળા verdict પર મધ્યપ્રદેશ HC ના આદેશની આકરા શબ્દોમાં ટીકા કરી. તેમણે તેને બંધારણીય મૂલ્યોથી વિપરીત ગણાવ્યો અને બાબરી મસ્જિદ કેસ સાથે સમાનતાઓ શોધી. ઓવૈસીએ આશા વ્યક્ત કરી કે સુપ્રીમ કોર્ટ આ આદેશ રદ કરશે. તેમણે પૂજા સ્થળ કાયદાની અવગણના અને નવા વિવાદોના ઉદભવ અંગે ચેતવણી આપી.
ઓવૈસીનો ભોજશાળા Verdict પર પ્રહાર: બાબરી કેસ સાથે સરખામણી.
જમ્મુ અને કાશ્મીરમાં દારૂબંધીની માંગ સાથે BJP રસ્તા પર ઉતરી!
શ્રીનગરમાં ભાજપે મુખ્યમંત્રી Omar Abdullahના નિવાસસ્થાન બહાર દારૂબંધીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે કાશ્મીરમાં દારૂના વેચાણનો વિરોધ કરી સરકાર પર યુવાનોને નશા તરફ ધકેલવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે કાર્યવાહી કરીને અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. ભાજપે ચેતવણી આપી કે જો સરકાર દારૂબંધી નહીં લાવે તો સમગ્ર કાશ્મીરમાં વિરોધ થશે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સે દારૂ નીતિ માટે પૂર્વ પીડીપી-ભાજપ સરકારને જવાબદાર ગણાવી વળતો પ્રહાર કર્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં દારૂબંધીની માંગ સાથે BJP રસ્તા પર ઉતરી!
ઇઝરાયેલ-લેબનોન વચ્ચે 45 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ.
અમેરિકાના વોશિંગ્ટનમાં થયેલી વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધવિરામને લંબાવવા સહમત થયા છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે આ સફળતા દર્શાવી અને જણાવ્યું કે આ ચર્ચાઓ બંને દેશો વચ્ચે સ્થાયી શાંતિ, પરસ્પર સાર્વભૌમત્વની માન્યતા અને સરહદ પર સુરક્ષા સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. આ નિર્ણય ઇઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનોનમાં કરાયેલા હુમલાઓ બાદ આવ્યો છે.
ઇઝરાયેલ-લેબનોન વચ્ચે 45 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ.
ટ્રમ્પના સ્ટાફે ચીનમાંથી ભેટો ડસ્ટબિનમાં ફેંકી, જાસૂસીનો ડર.
ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટાફે અમેરિકા પરત ફરતા પહેલાં ચીની ભેટો, ખાસ કરીને બર્નર ફોન, ઓળખપત્રો અને મેડલ એરપોર્ટના ડસ્ટબિનમાં ફેંકી દીધા. જાસૂસી અને ડેટા ચોરીના ભારે ડરને કારણે આ કડક સુરક્ષા પગલાં લેવાયા હતા, જે યુએસ-ચીન વચ્ચેના ઊંડા અવિશ્વાસને દર્શાવે છે.
ટ્રમ્પના સ્ટાફે ચીનમાંથી ભેટો ડસ્ટબિનમાં ફેંકી, જાસૂસીનો ડર.
મોદી નેધરલેન્ડ્સમાં: FTA પર મોટું નિવેદન, ભવ્ય સ્વાગત.
નેધરલેન્ડ પહોંચેલા PM મોદીનું ભારતીય સમુદાયે ભવ્ય સ્વાગત કર્યું. ભારત-EU FTA બાદ આર્થિક સંબંધોને નવી ગતિ મળી છે. સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા, રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થશે. PM મોદી ડચ PM રોબ જેટેન અને રાજા-રાણીને મળશે. નેધરલેન્ડ સાથેના સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે.
મોદી નેધરલેન્ડ્સમાં: FTA પર મોટું નિવેદન, ભવ્ય સ્વાગત.
નેપાળ સુપ્રીમ કોર્ટનો ભારતવિરોધી આદેશ રોક્યો, બાલેન શાહ સરકારને ઝટકો.
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બે મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ અમેરિકાની મધ્યસ્થીથી ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેનો યુદ્ધવિરામ વધુ 45 દિવસ માટે લંબાવવા પર સહમતિ સધાી છે. તો બીજી તરફ, ગાઝા મોરચે ઈઝરાયલી સૈન્યને મોટી સફળતા મળી છે. શુક્રવારે કરાયેલા એક હવાઈ હુમલામાં ઈઝરાયલે હમાસના લશ્કરી પાંખના વડા ઇઝ અલ-દિન અલ-હદ્દાદને ઠાર કર્યો છે.
ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાયું.
અભિષેક બેનર્જી સામે અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી અને ભડકાઉ ભાષણ મામલે FIR.
TMC સાંસદ અભિષેક બેનર્જી પર અમિત શાહ વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને ટિપ્પણી બદલ FIR. રાજકીય મુશ્કેલીઓમાં વધારો, બિનજામીનપાત્ર કલમો હેઠળ કાર્યવાહી. ચૂંટણી પ્રચાર દરમિયાન નફરત ફેલાવવાના અને શાંતિ જોખમવાના આરોપ. પુરાવા રૂપે વીડિયો અને ડિજિટલ લિંક્સ સોંપાઈ.
અભિષેક બેનર્જી સામે અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી અને ભડકાઉ ભાષણ મામલે FIR.
ફરી એકવાર ઈબોલા વાયરસે માથું ઊંચક્યું!
કોંગોમાં ઇબોલા વાયરસથી ઓછામાં ઓછાં 65 મૃત્યુ નોંધાયાં છે અને સેંકડો લોકો તેથી સંક્રમિત છે. આ પૂર્વે 2018 થી 2020 સુધીમાં આ વાયરસના પ્રકોપથી કોંગોમાં 32 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. માત્ર શ્વાસથી પણ ફેલાતા, આ ભયંકર રોગે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં 65 નાં તો મૃત્યુ નોંધાયા જ છે. પરંતુ 100થી વધુ સંદિગ્ધોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હજી સુધીમાં ઈબોલા સંક્રમિત તેના 246 કેસો જાણવા મળ્યાં છે.
ફરી એકવાર ઈબોલા વાયરસે માથું ઊંચક્યું!
ટ્રમ્પના સાંસદે H-1B વિઝા ટીકા કરતાં બાલાજી મંદિરનું અપમાન કર્યું.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પાર્ટી રિપબ્લિકન વિદેશી નાગરિકોને વારંવાર નિશાન બનાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સેનેટર એરિક શ્મિટ્ટએ હૈદરાબાદના બાલાજી મંદિરને 'Visa Temple' ગણાવી H-1B વિઝાની ટીકા કરી. તેમણે કહ્યું કે ભારતીયોના કારણે અમેરિકનને નોકરીઓ મળતી નથી. આ નિવેદનથી વિવાદ સર્જાયો છે.
ટ્રમ્પના સાંસદે H-1B વિઝા ટીકા કરતાં બાલાજી મંદિરનું અપમાન કર્યું.
સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૨૦ હજાર તૂટી ગયા હતા! વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલરવાળા જે ગબડી નીચામાં ભાવ ૪૫૩૨ થઆ ૪૫૪૯થી ૪૫૫૦ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી જતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું.
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત: વિકાસ કાર્યોની સમીક્ષા અને ઉદ્ઘાટન.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેઓ SG હાઇવેના ડેવલપમેન્ટ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિન્કિંગ અને નવીનીકરણ અંગે અધિકારીઓ સાથે બેઠક કરશે. નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત કરશે. 17 મેના રોજ મધુર ડેરીના નવા પ્લાન્ટ, NID ઇનોવેશન સેન્ટર અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત: વિકાસ કાર્યોની સમીક્ષા અને ઉદ્ઘાટન.
ખાંડ નિકાસ પર અચાનક પ્રતિબંધ, ઉદ્યોગમાં ચિંતા.
૩૦ સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસ પર સરકારે અચાનક પ્રતિબંધ મૂકતા ખાંડ ક્ષેત્ર આશ્ચર્યચકિત થયું છે. ૧.૫ મિલિયન ટનમાંથી ૫૦૦,૦૦૦ ટનની વધારાની નિકાસ મંજૂરી પછી આ નિર્ણય આવ્યો. સ્થાનિક ભાવ નિયંત્રણ અને ઉપલબ્ધતા માટે નિર્ણય લેવાયો, પરંતુ લાંબા ગાળે ખેડૂતોને નુકસાનની આશંકા. કેટલાક માને છે કે આનાથી ભાવ નિયંત્રિત નહીં થાય.
ખાંડ નિકાસ પર અચાનક પ્રતિબંધ, ઉદ્યોગમાં ચિંતા.
અભિષેક બેનર્જી વિરુદ્ધ FIR: ચૂંટણી પ્રચારમાં ભડકાઉ ભાષણો.
TMC સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ FIR નોંધાઈ. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચારમાં ભડકાઉ ભાષણો આપ્યા અને ગૃહમંત્રી અમિત શાહને ધમકીભર્યા નિવેદનો આપ્યા. આ ફરિયાદ ઉત્તર 24 પરગણા જિલ્લાના બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સામાજિક કાર્યકર રાજીબ સરકારે 5 મેના રોજ આ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 27 એપ્રિલથી 3 મે દરમિયાનના અનેક ભાષણોનો ઉલ્લેખ છે.
અભિષેક બેનર્જી વિરુદ્ધ FIR: ચૂંટણી પ્રચારમાં ભડકાઉ ભાષણો.
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા.
ભારતીય રિઝર્વ બેંકે દેશમાં એનબીએફસી પર પોતાની પકડ વધુ કડક બનાવી છે, એક જ ઝાટકે ૧૫૦ એનબીએફસીના નોંધણી પ્રમાણપત્રો રદ કર્યા છે. કેન્દ્રીય બેંક દ્વારા આ કડક કાર્યવાહી RBI અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-IA (૬) હેઠળ કરવામાં આવી છે.આ કાર્યવાહીનો અર્થ એ છે કે આ કંપનીઓ હવે કોઈપણ નાણાકીય વ્યવસાય અથવા ધિરાણ વ્યવસાય કરી શકશે નહીં. વધુમાં, સાત અન્ય કંપનીઓએ સ્વેચ્છાએ તેમના લાઇસન્સ પરત કર્યા છે. આ પછી, તેમના નોંધણી પણ રદ કરવામાં આવ્યા હતા.
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા.
આસનસોલમાં લાઉડસ્પીકર વિવાદ: પોલીસ ચોકી પર પથ્થરમારો, ટીયર ગેસ છોડાયા.
પશ્ચિમ બંગાળના આસનસોલમાં લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાના નિર્દેશ બાદ ભીડે પોલીસ ચોકીમાં તોડફોડ અને પથ્થરમારો કર્યો. પોલીસે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. ઘટના બાદ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાઈ છે. CCTV ફૂટેજની ઓળખ થઈ રહી છે અને કાયદેસર કાર્યવાહી કરાશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરના ઊંચા અવાજ પર પ્રતિબંધ મૂક્યો છે.